Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરમાં આજે વહેલી સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – તીવ્રતા 5 .3 નોંધાઈ

Social Share

શ્રીનગર- જમ્મુ કાશ્મીર કે જે દેશનું સ્વર્ગ ગણવામાં આવે છે જ્યાં છેલ્લા ઘણા સમયથી ભૂંકપના આચંકાો આવવાની ઘટના વધતી જોવા મળી રહી છે ત્યારે આદજે વહેલી સવારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી ઉઠી હતી

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ ગુરુવારે વહેલી સવારે 5 વાગ્યાને 35 મિનિટ પર જમ્મુ કાશ્મીરમાં ભારે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. કહેવાય છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપના તીવ્રતા 5.3 નોઁધવામાં આવી છે

અહી આવેલા આ ભૂકંપનુ કેન્દ્ર બિંદુ તાજિકિસ્તાનમાં નોંધવામાં આવ્યું છે.જો કે વહેલી સવારે ભૂંકપ આવ્યો હોવાથઈ મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં સુતા હતા ત્યારે આ ઘટના બની હતી જેથી મોટા ભાગના લોકોએ ઊંઘમાં જ ભંકપનો અનુભવ કર્યો હતો

વહેલી સવારે કામ અર્થે જાગેલા લોકોએ આ ભૂંકપની નિહાળ્યો હતો તેઓ ડરના કારણે ઘરની બહાર નીકળી આવ્યા હતા અને અફરાતફરી સર્જાય હતી,જો કે થોડી જ ક્ષણો બાદ આ ભૂકંપની કંપારી બંધ થી ગઈ હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ભૂંકપમાં કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી ભૂકંપનુ કેન્દ્ર તજાકિસ્તાન હોવાનુ માપવામાં આવ્યુ છે,

Exit mobile version