Site icon Revoi.in

વહેલી સવારે પાલનપુરમાં ભૂકંપના આચંકા અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 

Social Share

અમદાવાદ- છેલ્લા ઘણા દિવસોથી દેશભરના અનેર વિસ્તારોમાં સામાન્ય ભૂકંપના આચંકાો આવવાની ઘટના જોવા મળી રહી છે, જેમાં મોડી રાતે 2 વાગ્યે આસપાર રાજસ્થાનના ઝાલોર બાદ વહેલી સવારે ગુજરાતના પાલનપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપને લઈને લોકોમાં  ડરનો માહોલ જોવા મળ્યો હતો, લોકો જાન પર જોખમ ન લેતા ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવર્તા 4.6 નોંધવામાં આવી છે, આ સાથે જ ભૂકંપનું કેન્દ્રબિંન્દુ પાલનપુર થી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે નોંધવામાં આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે આ આચંકા સામાન્ય હોવાથી કોઈ પણ માલને કે જાનને નુકશાનની ઘટના બનવા પામી નથી, ભૂકંપનો આંચકો વહેલી સવારે અનુભવાયો હતો ઉલ્લેખનીય છે કે આજ મહિનામાં પાલનપુરમાં અવારનવાર ભુકંપના આચંકાઓ અનુભાયા છે.

Exit mobile version