Site icon Revoi.in

પાકિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા,બે કલાકમાં બે વાર ધ્રૂજી પાકિસ્તાની ધરા

Social Share

પાકિસ્તાનમાં ફરીએક વાર ભૂંકપનો આચકો આવ્યો છે,ગુરવાર બપોરે 12 વાગ્યેને 31 મિનિટે પર આવેલા ભૂકંપની તીવ્રતા 4.8 નોંધાઈ છે, ભારત-પાકિસ્તાનની બોર્ડર પર ભૂકેપનું કેન્દ્ર બિંદૂ રહ્યું છે, પહેલા મંગળવારના રોજ પણપાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભૂકંપે તબાહી મચાવી હતી,જેના કારણે કેટલુ મોટુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો.

પાકિસ્તાનમાં છેલ્લા બે કલાકમાં બે વાર ભૂકંપના આંચકાનુબવાયા છે,ગુરુવાર બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ ભારત-પાકિસ્તાનની બોર્ડર પર 4.8ની તીવ્રતા ઘરાવતો ભૂકંપનો આંચકાઓ આવ્યો હતો, ત્યાર પછી થોડી વાર રહીને 4.4ની તીવ્રતા ઘરાવતો એક બીજો ભૂકંપનો આંચકો મીરપુર અને ઝેલમ વિસ્તારમાં આવ્યો હતો. જો કે આ ભૂકંપમાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી.

આ પેહલા મંગળવારના રોજ પાકિસ્તાનની ધરતી પર ભૂકંપે તબાહી મચાવી હતી,ભૂકંપના કારણે કેટલાક ઘરો તબાહ થઈ ગયા હતા,અંદાજે 36 લોકોના મોત નિપજ્યા હતા,મંગળવારના રોજ આવેલા ભૂકંપમાં 18 કલાકમાં મીરપુરમાં ઓછામાં ઓછા 30 આચંકા આવ્યા હતા.જેની તીવ્રતા 8.5 નોંધાઈ હતી.