Site icon Revoi.in

નેપાળમાં અનુભવાયા ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- આજે વહેલી સવારે પાડોશી દેશ નેપાળની ઘરતી ઘ્રુજી ઉઠી છે,પ્રાપ્ત જાણકારી પ્રમાણે મણિપુરમાં આજરોજ સોમવારે સવારે લગભગ 5.52 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.

જો કે આ ભૂકંપના  ભૂકંપના કારણે જાનહાની કે નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભૂકંપ આવવાનું  મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ થવાનું હોય છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણાઓ વળી જતા હોય  છે. જ્યારે ખૂણાઓ વળી જાય ત્યારે ભૂકંપ સર્જાય છે.

 

 

Exit mobile version