Site icon Revoi.in

નેપાળની રાજધાની કાઠમાંડુમાં ભૂકંપના આચંકા અનુભવાયા- તીવ્રતા 5.5 નોંધવામાં આવી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં તથા પાડોશી દેશોમાં અવરા નવાર ભૂંકપના આંચકા આવવાની ઘટના ઓ સામે ીવ રહહી છે,થોડા દિવસ પહેલા જ નેપાળની ઘરા ઘ્રુજી ઉઠી હતી ત્યારે એજ ફરી એક વખત નેપાળની રાજધાની કાઠમાંડુમાં ભૂકંપના આચંકા આવ્યા હતા જેની અસર બિહારના કેટલાક વિસ્તારોમાં પમ થી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે નેપાળની રાજધાની કાઠમંડુમાં આજે સવારે અંદાજે 8 વાગ્યે આસપાસ  ભૂકંપના આંચકા અનુભવાયા છે.રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા  5.5 નોંધવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સવારે લગભગ 7 વાગ્યેને 58 મિનિટે આ આંચકા અનુભવાયા હતા. 

આ અંગે કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ એટલો જોરદાર હતો કે બિહારના અનેક જિલ્લાઓમાં તેની અસર જોવા મળી છે. લોકોનું કહેવું છે કે તેમને પણ આંચકા અનુભવાયા હતા.જાણે ઘરતી ઘ્રુજી રહી હોય તેવો અનુભવ બિહારના ઘમા જીલ્લાઓમાં થવા પામ્યો હતો

આ ભૂકંપ વહેલી સવારે આવ્યો હોવાથી મોટા ભાગના લોકો ઘરોમાં જ હાજર હતા જેથી લોકોમાં ભય ફેલાયો હતો ઘણા લોકો ઘરની બહાર નિકળી આવ્યા હતા,જો કે આ ભૂકંપના કારણે કોઈ પણ જાનમાલને નુકશાન થયું નથી

 

Exit mobile version