Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી રહી તીવ્રતા

Social Share

દિલ્હી:અફઘાનિસ્તાનમાં મંગળવાર-બુધવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ નુકસાનના સમાચાર નથી.

અગાઉ, રવિવારે (26 ફેબ્રુઆરી) વહેલી સવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 માપવામાં આવી હતી.આ ભૂકંપ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 273 કિમી ઉત્તરપૂર્વમાં 2.14 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 180 કિલોમીટરની ઊંડાઈએ હતું.

26 ફેબ્રુઆરી પહેલા પણ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.8 હતી. ભૂકંપ સવારે 6.07 કલાકે આવ્યો હતો.તેનું કેન્દ્ર ફૈઝાબાદથી 265 કિલોમીટર દૂર હતું.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.