Site icon Revoi.in

ચીન અને કિર્ગિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

Social Share

દિલ્હી:ચીનના અરલમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.9 હતી.યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરે આ માહિતી આપી છે.હાલમાં કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.ભૂકંપ અરલ (ચીન) થી 111 કિમી દક્ષિણપૂર્વમાં આવ્યો હતો.આ સિવાય મધ્ય એશિયામાં સ્થિત દેશ કિર્ગિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 5.8 હતી.તેનું અક્ષાંશ: 39.84 અને રેખાંશ: 82.28, રહ્યું.જ્યારે તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે રહી હતી.

હજુ ગઈકાલે જ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.ભૂકંપનું કેન્દ્ર ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી..

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.