Site icon Revoi.in

ચીનના યુનાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.2ની નોંધાઈ તીવ્રતા

Social Share

દિલ્હી : ચીનના યુનાન પ્રાંતમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, રિકટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 નોંધાઈ હતી.જોકે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા ન હતા.

હજુ ગઈકાલે જતાજિકિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો હતો કે તાજિકિસ્તાનમાં સાંજે 4.01 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમણે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપના કારણે હજુ સુધી કોઈ જાનહાની કે નુકસાનીના અહેવાલ નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

Exit mobile version