Site icon Revoi.in

દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ  

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી હતી.આ પહેલા પણ રાજધાનીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જોકે,આ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

મંગળવારે રાત્રે 9.30 કલાકે હળવા આંચકા અનુભવાયા હતા.નવી દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવાય છે.આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાની થઈ રહી નથી. અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

 

 

Exit mobile version