Site icon Revoi.in

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

Social Share

દિલ્હી:ટાપુ દેશ ઈન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. એજન્સી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.5 આંકવામાં આવી છે. ઈન્ડોનેશિયાના પાપુઆ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.

યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે પાપુઆ રાજ્યની રાજધાની જયાપુરા નજીક 6.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. તેની તીવ્રતા 10 કિલોમીટર છે. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને ભૂ-ભૌતિક એજન્સીએ સુનામીનો કોઈ ખતરો ન હોવાનું જણાવ્યું હતું. ભૂકંપની અસર જમીન વિસ્તાર પર જોવા મળે છે.

આ પહેલા જાપાનના કુરિલ દ્રીપમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. જો કે, સુનામી લઈને કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. તેમ છતાં લોકોમાં ડરનો માહોલ હતો. જો કે, જાપાનમાં આવેલા ભૂકંપના આંચકામાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.