Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.9ની તીવ્રતા નોંધાઈ  

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના ડોડામાં મંગળવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી.આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.ભૂતકાળમાં પણ ઘાટીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.સતત આવી રહેલા ભૂકંપના આંચકાઓએ લોકોને ચિંતામાં મૂકી દીધા છે.

જમ્મુ-કાશ્મીર ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.મહારાષ્ટ્રના નાસિકમાં 17 ઓગસ્ટે ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ આફ્ટરશોક્સની તીવ્રતા 3.4, 2.1 અને 1.9 હતી. જો કે તે સમયે કોઈ જાનહાનિ કે નુકસાન થઈ ન હતી.સતત ત્રણ વખત આવેલા ભૂકંપના આંચકાના કારણે લોકો ડરના માર્યા લાંબા સમય સુધી ઘરની બહાર નીકળી ગયા હતા. આવી જ રીતે રાજસ્થાનમાં પણ 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.20 ઓગસ્ટે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે