Site icon Revoi.in

લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.2 ની તીવ્રતા નોંધાઈ

Social Share

શ્રીનગર:કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 ની માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી.

સવારે 8.07 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ જમ્મુ અને કાશ્મીરના લેહ બેલ્ટથી 135 કિમી ઉત્તરપૂર્વમાં નોંધાયું હતું.અધિકારીઓએ જણાવ્યું કે,આ સમયગાળા દરમિયાન કોઈ નુકસાન થયું નથી.

તેમણે કહ્યું કે,ભૂકંપનું કેન્દ્ર 34.92 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 78.72 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જમીનથી 10 કિમીની ઊંડાઈએ સ્થિત હતું.નોંધનીય છે કે,કેન્દ્રશાસિત પ્રદેશનો આ હિમાલયીય પ્રદેશ ભૂકંપ માટે સંવેદનશીલ છે.