Site icon Revoi.in

ન્યુઝીલેન્ડમાં ભૂકંપના આંચકા અનુભવાયા,5.6ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી: ન્યુઝીલેન્ડમાં બુધવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાય હતા.જેની તીવ્રતા 5.6 હતી. ભૂકંપના આંચકાથી લોકો જાગી ગયા અને  પોતપોતાના ઘરની બહાર દોડી ગયા. ઘણા સમયથી લોકોમાં અરાજકતાનો માહોલ છે. બુધવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી. વહેલી સવારે આવેલા આ તીવ્રતાના ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. જો કે, હાલમાં કોઈ જાનહાનિ કે જાનમાલને મોટું નુકસાન થયાના સમાચાર નથી.

યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ક્રાઈસ્ટચર્ચથી લગભગ 124 કિલોમીટર પશ્ચિમમાં આવેલા સેન્ટ્રલ સાઉથ આઈલેન્ડમાં ભૂકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ ભૂગર્ભમાં 11 કિલોમીટરની ઊંડાઈએ હતું. છીછરી ઊંડાઈના ધરતીકંપની તીવ્રતા ઘણીવાર વધુ અનુભવાય છે. ન્યુઝીલેન્ડની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી અને જાન-માલના નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલ નથી.

જિયોનેટ મોનિટરિંગ એજન્સીના જણાવ્યા અનુસાર, 14 હજારથી વધુ લોકોએ ભૂકંપના આંચકા અને ધરતીમાં જોરદાર કંપન અનુભવ્યાની જાણ કરી હતી. ધરતીકંપના કારણે ઘણી વખત ઈમરજન્સી એલાર્મ વગાડવામાં આવ્યા હતા. ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ દેશોમાં ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશ ‘રિંગ ઑફ ફાયર’ પર આવેલો છે, જે એક ધરતીકંપની ખામી છે જે પ્રશાંત મહાસાગરને ઘેરે છે, જ્યાં ધરતીકંપ અને જ્વાળામુખી ફાટવું સામાન્ય છે. ભૂકંપ બાદ આવા વધુ આંચકાઓ અંગે લોકોના મનમાં ડર છે. જેના કારણે કેટલાક લોકો હજુ પણ પોતાના ઘરની અંદર જવા તૈયાર નથી.

Exit mobile version