Site icon Revoi.in

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ

Social Share

ઇસ્લામાબાદ, 27 જૂન 2026: Earthquake in Pakistan પાકિસ્તાનમાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકો ગભરાટમાં મુકાયા હતા અને ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. યુરોપિયન-ભૂમધ્ય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (EMSC) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી હતી.

હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર ક્વેટાથી ઉત્તરપશ્ચિમમાં 150 કિલોમીટર દૂર 35 કિલોમીટરની ઊંડાઈએ હતું. મળતી માહિતી મુજબ રાજધાની ક્વેટા, નોશ્કી, ચાગી, ચમન, કિલા અબ્દુલ્લા, દાલબાદિન, પિશિન અને પ્રાંતના કેટલાક અન્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપનું કેન્દ્રબિંદુ સપાટીથી 35 કિલોમીટર (22 માઈલ)ની ઊંડાઈએ હતું. અત્યાર સુધી જાન-માલના કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી.

પાકિસ્તાનના ડેરા ગાઝી ખાન શહેરમાં સવારે 8:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી.

વધુ વાંચો: હરિયાણાના જીંદ પાસે માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોને મોત

Exit mobile version