Site icon Revoi.in

રાજસ્થાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

Social Share

જયપુર: રાજસ્થાનના ટોંક અને આસપાસના વિસ્તારોમાં શનિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર, ટોંકમાં લગભગ 10.30 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ગત સપ્તાહની શરૂઆતમાં સમગ્ર ઉત્તર ભારત જોરદાર ભૂકંપથી હચમચી ગયું હતું. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું અને અહીં મોટી તબાહી સર્જાઈ હતી. 150 થી વધુ લોકોના મોત થયા હતા.

આ પહેલા ઈસ્ટર્ન ઈન્ડોનેશિયામાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ઓછી વસ્તીવાળા ટાપુની શૃંખલામાં ઘણા શક્તિશાળી અને ઓછી તીવ્રતાના ભૂકંપ આવ્યા હતા. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાન-માલના નુકસાનની તાત્કાલિક માહિતી સામે આવી ન હતી . પરંતુ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 સુધીની હતી.

થોડા દિવસ પહેલા જ નેપાળમાં 6.8ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. સેંકડો મકાનો ધરાશાયી થયા હતા અને આ સાથે અનેક  લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો . તે જ દિવસે ભારતના વિવિધ રાજ્યોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે