Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા,જાણો રિક્ટર સ્કેલ પર કેટલી રહી તેની તીવ્રતા

Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરની ધરતી ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી અનુસાર સવારે 10.10 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

જો કે જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે મોટાભાગના લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના હાલ કોઈ સમાચાર નથી. આ પહેલા 28 માર્ચે લદ્દાખમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર લેહ શહેરથી 166 કિમી ઉત્તરમાં 105 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું નથી.

બીજી તરફ બિહારના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારે 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 5.35 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. હાલમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પૂર્ણિયા નજીક જમીનની નીચે 10 કિમીની ઊંડાઈએ હતું. NCS અનુસાર, કટિહાર અને અરરિયાના આસપાસના વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.