Site icon Revoi.in

આજરોજ સવારે આસામના સોનીતપુરમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4 નોંધાઈ

Social Share

ગુહાવટીઃ- દેશમાં સતત ભૂકંપ આવવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે દેશના રાજ્યો આસામ, ઉત્તરપ્રદેશ, દિલ્હીઅને પહાડી વિસ્તારો હિમાચલ ઉત્તરાખંડ એવા રાજ્યો છે જ્યાં સતત ભૂકંપના આચંકાઓ આવતા હોય છેત્યારે ફરી એક વખત આસામની ધરતી ઘ્રુજી હોવાની માહિતી સામે આવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ સોમવારે સવારે 8 વાગ્યેને 30 મિનિચની આસપાસ આસામના સોનીતપુરમાં 4.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.

સવાર હોવાથી મોટા ભાગના લોકો ઘરમાં જ હતા આ ભૂંકપના કારણે ધરતી કાંપતાની સાથે જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને અફરાતફરી સર્જાય હતી. જો કે આ આચંકાઓ તદ્દન સામાન્ય હતા જેથી કોઈ મોટૂં નાનું નુકશાન થયું હોવાના સમાચાર નથી.