Site icon Revoi.in

મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ

Social Share

ઈમ્ફાલ:મણિપુરમાં રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આ માહિતી આપી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, મણિપુરના મોઇરંગના દક્ષિણ-પૂર્વમાં શનિવારે રાત્રે 11:42 કલાકે આવેલા ભૂકંપની ઊંડાઈ 94 કિમી હતી.

જોકે આ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.અનુભવાયેલા ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે

 

Exit mobile version