Site icon Revoi.in

પૂર્વ ભારતીયો ચીની જેવા અને દક્ષિણ ભારતીય આફ્રીકી જેવા લાગે છેઃ કોંગ્રેસના નેતા પિત્રોડા

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ વિરાસત વેરા મામલે નિવેદન કરતા વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં ફરી એકવાર કોંગ્રેસના આ સિનયિર નેતાએ દેશની જનતાને લઈને નિવેદન કરતા વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના સિનિયર નેતા પિત્રોડાએ ભારતની વિવિધતા ઉપર જણાવ્યું હતું કે, ભારતના પૂર્વના લોકો ચીન જેવા લાગે છે, જ્યારે દક્ષિણના લોકો આફ્રીકી લાગે છે. જ્યારે પશ્ચિમના લોગો અરબી જેવા દેખાય છે આ ઉપરાંત ઉત્તરભારતના લોકો ગોરા દેખાય છે. આમ પિત્રોડાના આ વિવાદને પગલે વિવાદ ઉભો થયો છે અને ભાજપાએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં છે.   

અંગ્રેજી અખબાર ધ સ્ટેટ્સમેનને આપેલા ઈન્ટરવ્યુમાં સેમ પિત્રાડાએ જણાવ્યું હતું કે, અમે ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશને એક સાથે રાખી શકીએ છીએ. પૂર્વના લોકો ચીની જેવા, પશ્ચિમના લોકો અરબ જેવા, ઉત્તરના લોકો ગોરા અને દક્ષિણ ભારતીય આફ્રીકી જેવા લાગે છે. તેનાથી કોઈ ફેર પડતો નથી પરંતુ અમે તમામ ભાઈ-બહેન છીએ. ભારતમાં અલગ-અલગ વિસ્તારના લોકોના રિત-રિવાઝ, ખાન-પાન, ધર્મ અને ભાષા અલગ-અલગ છે. પરંતુ ભારતના લોકો એક-બીજાનું સમ્માન કરે છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, દેશના લોકો 75 વર્ષ સુધી એક સુખદ વાતાવરણમાં રહ્યાં છીએ, કેટલીક લડાઈઓને છોડી દઈએ તો લોકો સાથે રહી શકે છે.

સેમ પિત્રોડાના નિવેદનના પગલે વિવાદ ઉભો થયો છે અને આ મુદ્દે ભાજપાએ કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યાં છે. દરમિયાન અસમના સીએમ હિમંતા બિસ્વ સરમાએ જણાવ્યું હતું કે, સેમ ભાઈ હું ઉત્તર-પૂર્વથી છું અને હું ભારતીય જેવો જ લાગું છું. અમારો એક વિવિધતા ભરા દેશ છે. અમે અલગ દેખાઈ શકીએ છે પરંતુ અમે તમામ એક છીએ. અમારા દેશ વિશે થોડુ સમજી લો.