- હાથલા સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક
- હાથલાનું સેવન ખૂબ જ ગુણકારી
હાથલા એ સૌરાષ્ટ્ર બાજૂ મળી આવતું એક ફળ છે, જે બીટ જેવા રંગનું હોય છે, તેનું સેવન કરવાથી સ્વાસ્થયને ઘણો ફાયદો થાય છે,જે થોર પર ઉંગે છે અને તેને ફિંડલા અથવા તો ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે.તેને સમાર્યા બાદ તેનો રંગ જાંબલી જેવો જોવા મળે છે, બહારથી તે કાંટાળું હોય તેવું દેખાય છે.થોર જેવા ઝાડ પર આ ફળ ઉગતું જોવા મળે છે.
જાણો હાથલાનું સેવન કયા રોગમાં આપે છે મોટી રાહત
હાથલામાં ખાસ કરીને અનેક પોષક તત્વો જોવા મળે છે,જેમાં મિનરલ્સ જેવા કે કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝીંક, કોપર, સેનિયમ, ફોલિક એસિડ અને વિટામીન ‘સી ‘, ‘બી6’, ‘એ’ થી ભરપૂર છે.હિમાગ્લોબિનની ઉણપ આ ફળના સેવનથી પૂર્ણ થાય છે,લોહી ની ઉણપ દૂર કરી લોહીનું શુદ્ધિકરણ કરે છે અને હિમોગ્લોબીન વધારે જેથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
હાથલાનું સેવન કરવાથી બીમાર ઓછા પડાય છે. લીવરની તકલીફ માટે તેનં સેવન બેસ્ટ ઓપ્શન છે.આ સાથે જ જે લોકોને દમની બીમારી હોય તેમણે હાથલાનું ખાસ સેવન કરવું જોઈએ.હાથલાનું સેવન કરવાથી શારીરિક નબળાઈ પણ દૂર થાય છેહાથલાનું સેવન થાસ કરીને ચરબી ઓછી કરવામાં મદદરુપ થાય છે, મેદસ્વિતા અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
હાથલાનું સેવન કરવાથી આપણું પાચન તંત્ર સુદ્રઢ બને છે સુધરે છે, અને પાચક શક્તિ વધે છે.હાથલામાં વાયરલની સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ, દુખાવા મટાડવા માટેના રસાયણો તેમજ ધમની કે શિરામાં રક્ત જામી જવાની પ્રક્રિયાની સામે રક્ષણ આપવાની પ્રચુર શક્તિ સમન્વિત છે.આપણાને જો ચામડી ના રોગ થયા હોય તેમાં પણ તે ઓષધ તરીકે કામ કરે છે.
આ ઉપરાંત હાથલાના સેવનથી સાંધાનો ઘસારો દૂર કરે. એન્ટિઓક્સિડન્ટ શરીરમાંથી કચરો બહાર કાઢે છે.ફહાથલામાં પુષ્કળ ફાઇબર અને વિટામિનમાં જોવા મળે છે.જેના કારણે શરીર માટે તે ઓષધિનું કામ કરે છે

