Site icon Revoi.in

ભાવનગરના અલંગ શીપયાર્ડને લાગ્યુ કોરોનાનું ગ્રહણઃ એપ્રિલમાં માત્ર 16 શીપ જ ભંગાણ માટે આવ્યા

Social Share

ભાવનગરઃ જિલ્લાના અલંગ શીપબ્રેકિંગ યાર્ડને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે. સમગ્ર વિશ્વમાં બીજા નંબરનું અલંગ શીપયાર્ડ કોરોના મહામારીના કપરા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. ગત વર્ષે કોરોના સંક્રમણ વધતા સમગ્ર દેશમાં લોકડાઉન દરમિયાન અલંગ ઉદ્યોગને મોટુ નુકશાન સહન કરવું પડ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારોમાં શીપના વધુ ભાવો અને કોરોના મહામારીએ અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો છે. અલંગમાં સરેરાશ 25 જહાજ પ્રતિ માસ ભંગાવા માટે આવે છે. તેની સામે એપ્રિલમાં માત્ર 16 જહાજ જ ભંગાણાર્થે આવ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની કિંમત વધી છે અને સ્થાનિક સ્ક્રેપની કિંમતો પણ વધારે હોવાના કારણે અલંગમાં જહાજો આવવાના પ્રવાહમાં ઘટાડો નોંધાયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરના અલંગમાં જહાજ ભાંગવાનો આ વિશ્વ વિખ્યાત વ્યવસાય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી મંદીમાં હતું.અલંગ  શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે 40 વર્ષના ઇતિહાસમાં નહીં કહી કે સહી શકાય તેવી ગંભીર આર્થિક કટોકટી ઉભી થવા પામી છે. 1982માં ભાવનગરના અલંગ ખાતે જહાજ ભાંગવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અહીં વિદેશી જહાજો ભાંગવા આવે છે અને તેમાંથી નીકળતો સ્ક્રેપ અને તેમથી બનતા  સળિયા સહિત મટિરિયલ્સ દેશભરમાં વહેંચવામાં આવે છે.

કોરોના વાયરસની ઇફેક્ટ આર્થિક રીતે અલંગના વ્યવસાયને જોરદાર પડી છે.  યાર્ડમાં જે જહાજ ભંગાવનું કામ કરવામાં આવે છે તે પરપ્રાંતિય મજૂરો દ્વારા કરવામાં આવે છે. અહીં 42 ડિગ્રી તાપમાનમાં પણ શ્રમિકો દરિયાઇ કિનારે ગેસ કટર દ્વારા આ જહાજને તોડવાનું કામ કરે છે. અહીં સમાન્ય રીતે જ્યારે વ્યવસાય ચાલતો હોઈ ત્યારે દર મહિને 25 જેટલા જહાજો ભાંગવા માટે આવે છે. તેમાંથી લાખો ટન માલ સ્ક્રેપ સ્વરૂપમાં બહાર આવે છે. હાલ કોરોનાની મહામારીમાં વિદેશોમાંથી જહાંજ ભાગવા માટે આવતા નથી. અલંગમાં સરેરાશ 25 જહાજ પ્રતિ માસ ભંગાવા માટે આવે છે. તેની સામે એપ્રિલમાં માત્ર 16 જહાજ જ ભંગાણાર્થે આવ્યા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની કિંમત વધી છે અને સ્થાનિક સ્ક્રેપની કિંમતો પણ વધારે હોવાના કારણે અલંગમાં જહાજો આવવાના પ્રવાહમાં ઘટાડો નોંધાયો છે.

Exit mobile version