Site icon Revoi.in

આર્થિક સર્વેક્ષણ : 7% રહેશે જીડીપી વિકાસ દર, સુધારાઓની ઝડપ બનશે વધુ તેજ

Social Share

મોદી સરકાર 2.0નું પહેલું બજેટ શુક્રવારે રજૂ થવાનું છે. બજેટથી પહેલા ગુરુવારે સરકારે સંસદમાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની સામે પડકાર છે કે તે આમ આદમીની આશાઓ પર ખરા ઉતરી શકે. રાજ્યસભામાં આર્થિક સર્વે રજૂ કરવામં આવ્યો છે.

મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણ્યમે સર્વે રજૂ કર્યો છે. સર્વે પ્રમાણે, 2019-20માં દેશની જીડીપી 7 ટકા સુધી રહેવાની શક્યતા છે. તેનાથી આગામી નાણાંકીય વર્ષ માટે નીતિગત નિર્ણયોના સંકેત પણ મળ્યા છે.

આ સિવાય દેશની નાણાંકીય ખાદ્ય 5.8 ટકા રહેવાની શક્યતા છે. જ્યારે ગત વર્ષ આ આંકડો 6.4 ટકા પર હતો.

આર્થિક સર્વે પ્રમાણે, જો ભારતને 2025 સુધી 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાની છે, તો સતત 8 ટકાની ઝડપ યથાવત રાખવી પડશે. તેના સિવાય આના સંદર્ભે રોકાણ દ્વારા દેશનો જીડીપી વિકાસ દર ગતિ પકડે તેવી શક્યતા છે. જો કે જે પણ કેટલીક ઉણપ આંકડામાં દેખાઈ રહી છે, તેની અસર મોંઘવારીને કારણે જ જોવા મળી રહી છે.

જો કે સર્વે કેટલાક પડકારો પણ સામે રાખે છે. જેમ કે નાણાંકીય ખાદ્યના મોરચા પર 2019-20માં કેટલાક પડકારો હોય શકે છે. જે પ્રકારની પ્રચંડ બહુમતી સરકારે દેશની જનતાને આપી છે, તેના કારણે અર્થવ્યવસ્થાને વધારવાના ઘણાં પડકારો છે.

સર્વેમાં જણાવવામાં આવે છે કે સરકારે ગત કેટલાક વર્ષોમાં જે રિફોર્મ કર્યા છે, તે સતત આગળ વધતા રહેશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરીથી લઈને માર્ચમાં જે પણ જીડીપીમાં ઘટાડો જોવા મળ્યો, તેનું કારણ ચૂંટણી હતી. તેની સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જો કે ગત પાંચ વર્ષોમાં જીડીપીનો સરેરાશ આંકડો 7.5 ટકા રહ્યો છે.

સર્વેમાં સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી નાણાંકીય વર્ષમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. તેની સાથે હવે સતત એનપીએમાં ઘટાડો આવી રહ્યો છે, તેનો ફાયદો જીડીપીને મળશે.

ખેતીના મામલામાં એક ચિંતાજનક બિંદુ રજૂ કરતા ઈકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ખાદ્ય વસ્તુઓની કિંમત ઓછી હોવાના કારણે કદાચ ખેડૂતોએ નાણાંકીય વર્ષ 2018-19માં ઉત્પાદન ઓછું કર્યું છે. જો કે એમ પણ કહેવામાં આવ્યું છે કે 2018ના બીજા છ માસિક સમયગાળામાં જ ગ્રામીણ વિસ્તારોની અર્થવ્યવસ્થામાં બઢત આવવાની શરૂઆત થઈ ગઈ છે.

સર્વે પ્રમાણે, ગત પાંચ વર્ષોમાં જીડીપી ગ્રોથ સરેરાશ 7.5 ટકા રહ્યો છે. આર્થિક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે બેંકોની એનપીએમાં ઘટાડો થવાને કારણે મૂડીગત વ્યય ચક્રને વધારવામાં મદદ મળશે. સતત એનપીએમાં ઘટાડો થઈ રહ્યો છે, જેનો ફાયદો અર્થવ્યવસ્થાને થશે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે સ્થિર બૃહદ આર્થિક દશાઓના કારણે આ વર્ષ અર્થવ્યવસ્થામાં સ્થિરતા રહેશે. જો કે એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ગ્રોથમાં ઘટાડો થશે, તો મહેસૂલ સંગ્રહ પર આઘાત થવાની શક્યતા છે.

જો કે સર્વે કેટલાક પડકારોને પણ સામે રાખે છે. જેવા કે નાણાંકીય ખાદ્યના મોરચા પર 2019-20માં કેટલાક પડકારો આવી શકે છે. જેવી રીતે પ્રચંડ બહુમતી સરકારને દેશની જનતાએ આપી છે, તેના કારણે અર્થવ્યવસ્થાને વધારવાના ઘણાં પડકાર છે.