નવી દિલ્હી, 15 મે 2026: Money laundering case એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર શાંતનુ સિંહા બિશ્વાસની ખંડણી રેકેટ ચલાવવાના આરોપસર અને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. ED એ ગઈકાલે કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં સાડા દસ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ શાંતનુની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારી શાંતનુ સિંહાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
સોના પપ્પુ, જેને વિશ્વજીત પોદ્દાર તરીકે પણ ઓળખવામાં આવે છે, દ્વારા સંચાલિત કથિત ગુનાહિત ગેંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED એ કાલીઘાટ પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ ઇન્ચાર્જ શાંતનુને ઘણી વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે, તેમણે વારંવાર ED સમન્સની અવગણના કરી હતી, જેના પગલે ED એ શાંતનુ સામે લુકઆઉટ નોટિસ જારી કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDને શાંતનુ બિસ્વાસ સાથે સંકળાયેલા કેટલાક શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે, જેમાં સોના પપ્પુ અને તેના નજીકના સહયોગીઓનો સમાવેશ થાય છે. શાંતનુ બિસ્વાસનું નામ ઉદ્યોગપતિ જોય કામદાર પાસેથી મળેલા દસ્તાવેજો સાથે પણ જોડાયેલું હતું, જેમની નાણાકીય વ્યવહારો સંબંધિત આરોપોમાં આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા મહિને, EDએ સોના પપ્પુ કેસના સંદર્ભમાં શાંતનુના ફર્ના રોડ સ્થિત નિવાસસ્થાન પર પણ દરોડા પાડ્યા હતા.

