Site icon Revoi.in

દિલ્હીના દારૂ નીતિ પ્રકરણમાં ત્રણ શહેરોમાં 35 સ્થળો ઉપર ઈડીના દરોડા

Social Share

નવી દિલ્‍હી : દારૂ નીતિ કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી ફરીથી સક્રીય થયું છે. દરમિયાન આ કેસમાં દિલ્હી ઉપરાંત હૈદ્રાબાદ અને પંજાબમાં લગભગ 35 સ્થળો ઉપર દરોડા પાડ્યાં હતા. ઈડીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર દારૂ નીતિ પ્રકરણમાં તપાસનીશ એજન્સીએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર અને બેંક લોકરમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ આ પ્રકરણમાં અગાઉ વિજય નાયર અને સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. અગાઉ EDના દરોડા મુદ્દે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‍વિટ કર્યું કે 500 થી વધુ દરોડા, 300 થી વધુ CBI/ED અધિકારીઓ 3 મહિના માટે 24 કલાક રોકાયેલા છે.

એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED)ની FIR મુજબ ઈન્‍ડોસ્‍પિરિટ્‍સના માલિક સમીર મહેન્‍દ્રુએ મનીષ સિસોદિયાના સહયોગીઓને કરોડો રૂપિયા બે વખત ચૂકવ્‍યા હતા. જયારે CBI FIRમાં આરોપ છે કે, મનીષ સિસોદિયાના સહયોગી અર્જુન પાંડે , મનોરંજન અને કાર્યક્રમોમાં સામેલ હતા. મેનેજમેન્‍ટ કંપનીના ભૂતપૂર્વ CEO વિજય નાયર વતી સમીર મહેન્‍દ્રુ પાસેથી લગભગ રૂ. 2-4 કરોડ રોકડા લેવામાં આવ્‍યા હતા.