Site icon Revoi.in

ઈડીએ પૂણે અને મુંબઈમાં સંજય રાઉત અને તેમના નજીકના સંબંધીઓના ઘરે પાડ્યા દરોડા

Social Share

મુંબઈઃ- દેશભરમાં ગુનાહીત અને લાંચ લેતા અપરાધોના કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સખ્ત બનીને કાર્યવાહી કરી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓછી ઈડીે અનેક મંત્રીઓ નેતાઓ પર કાર્યવાહી કરી છે ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકરણમાં ઈડીની એન્ટ્રી થઈ છે.

પ્કરાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે ઈડી એ  આદિત્ય ઠાકરે અને સંજય રાઉતના નજીકના સંબંધીઓના પૂણે તથા મુંબઈ સ્થિતિ ઘરો પર દરોડા પાડ્યા છે અને શોધખોળ શરુ કરી છે જેને લઈને આ નેતાઓમાં ખળભરાહટ મચી જવા પામ્યો છે.

આ સાથે  જણાવવામાં આવી રહ્યું છે કે ઈડી એ મુંબઈમાં ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના નજીકના સાથી સૂરજ ચવ્હાણ ઉપરાંત સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના ત્યા દરોડા પાડ્યા છે. જો કે ઈડી દ્વારા હજુ સુધી નામોની પુષ્ટિ કરવામાં આવી નથી.
વાતજાણે એમ છે કે  કોવિડ દરમિયાન, ઇડીએ લાઇફલાઇન કંપની હેઠળ કથિત કૌભાંડના સંદર્ભમાં કેસ નોંધ્યો હતો. આદિત્ય અને રાઉતના 10 સ્થળો પર ઈડી ના દરોડા ચાલુ છે.
જાણકારી પ્રમાણે કોરોના  દરમિયાન મુંબઈમાં ઘણા કોવિડ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. આવા જ એક કોવિડ સેન્ટરની સ્થાપના મુંબઈના દહિસરમાં કરવામાં આવી હતી. આરોપ છે કે સંજય રાઉતના ખૂબ જ નજીકના બિઝનેસમેન સુજીત પાટકરે આ કોવિડ સેન્ટર બનાવ્યું હતું. અને તેમાં કૌભાંડનો મામલો હતો.
આ માટે સુજીત પાટકરે રાતોરાત એક કંપની બનાવી. જેને લાઈફલાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ સર્વિસ નામ આપવામાં આવ્યું હતું. તે મામલે ઈડીએ હવે આ કાર્યવાહી કરી છે.  એવો આરોપ છે કે કોન્ટ્રાક્ટ મળ્યાના લગભગ એક વર્ષ પછી અને તેની કંપનીના ખાતામાં 32 કરોડ રૂપિયા મળ્યા પછી, કોવિડ વિસ્તારમાં હોસ્પિટલોના સંચાલન માટે બીએમસી સાથે કરાર કરવામાં આવ્યો હતો.આ મામલે હવે ઈડી એ કાર્યવાહી કરી છે.