Site icon Revoi.in

શરદ પવારના પૌત્ર રોહિત પવાર સુધી પહોંચી ઈડી, 6 ઠેકાણાઓ પર સર્ચ

Social Share

મુંબઈ: એનસીપી અધ્યક્ષ શરદ પવારના નિકટવર્તી અને તેમના પૌત્ર રોહિત પવારની કંપની બારામતી એગ્રો પર ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે. શુક્રવારે સવારે ઈડીની ટીમો બારામતી એગ્રોના પરિસર પહોંચી અને તપાસ કરી. ઈડીનું કહેવું છે કે બારામતી એગ્રોના પરિસરોમાં આ તપાસ મહારાષ્ટ્ર સ્ટેટ કોપરેટિવ બેંક ગોટાળાને લઈને કરવામાં આવી છે, તેમાં મની લોન્ડ્રિંગનો પણ આરોપ છે. બારામતી એગ્રો વિરુદ્ધ આ તપાસ પુણે, બારામતી, ઔરંગાબાદ અને અમરાવતી સહીતના 6 ઠેકાણા પર થઈ છે. એટલું જ નહીં સર્ચ દરમિયાન બારામતી ખાતે કંપનીના પરિસરને કવર કરવામાં આવ્યું હતું.

શરદ પવારના ફેમિલી વિરુદ્ધ ઈડીની આ તપાસ એવા સમયે થઈ છે, જ્યારે તેમના ભત્રીજા અજીત પવાર ડેપ્યુટી સીએમ છે. આ તપાસ 2019માં મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા તરફથી નોંધાયેલા કેસમાં થઈ છે.

ગત વર્ષ 22 ઓગસ્ટે બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે રાજ્ય સહકારી સેક્ટરની સુગર ફેક્ટરીઓને જે પ્રકારે વેચવામાં આવી છે, તેની તપાસ થવી જોઈએ. કોર્ટે સુનાવણી દરમિયાન વેચાણની કિંમતો પર પણ ટીપ્પણી કરી હતી. કોર્ટમાં સવાલ ઉઠયા હતા કે આખરે આને ઓછા ભાવમાં કેમ વેચવામાં આવી.

એનસીપી ચીફ શરદ પવારે કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં પરિસ્થિતિ ભાજપના પક્ષમાં નથી. તેમણે કહ્યુ છે કે ભલે ભાજપે 400 બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે અને તેને તેનો હક પણ છે. પરંતુ સ્થિતિ તેની વિરુદ્ધ છે. શિર્ડીમાં તેમણે કહ્યુ છે કે ભાજપ સત્તામાં છે. આ આક્રમક અભિયાન પણ ચાલી શકે છે. ભાજપનું તો પ્રોપેગેન્ડા મશીન છ, જે જર્મનીમાં હિટલરની રાહે કામ કરી રહ્યું છે. તે 543માંથી 400 બેઠકો જીતવાનો ટાર્ગેટ પણ નક્કી કરી જ શકે છે. પરંતુ આવું કંઈ શક્ય નથી. તેમણે કહ્યુ છે કે ભાજપ કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, દિલ્હી, પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં સત્તામાં નથી.

મહત્વપૂર્ણ છે કે એનસીપી ચીફ શરદ પવાર ઈન્ડિયા એલાયન્સનો મહત્વનો ચહેરો છે. જો કે હવે તેમની જ પાર્ટી વહેંચાય ગઈ છે અને મોટાભાગના સાંસદ તથા ધારાસભ્ય અજીત પવારના પક્ષમાં છે. તેવામાં કોંગ્રેસ સાથેની બેઠક વહેંચણીની ડીલ શું થાય છે, તે જોવું પડશે. હાલ મહારાષ્ટ્રમાં વિપક્ષમાં કોંગ્રેસ જ એવી પાર્ટી છે કે જે એકજૂટ છે. ઉદ્ધવ સેના અને એનસીપીમાં તો બે ભાગ પડી ચુક્યાછે. આ બંને પાર્ટીના એક-એક જૂથ સત્તામાં ભાગીદાર છે અને બીજું જૂથ વિપક્ષમાં બેઠું છે.