અમદાવાદઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને ઈડીએ સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ઈડીએ બીજી નવેમ્બર પહેલા હાજર થવાનું ફરમાન કર્યુ છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા.હવે ઈડીએ પૂછપરછ માટે બોલાવ્યા છે.
દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઈડી દ્વારા 2જી નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. દારૂ કૌભાંડમાં દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલને આ સમન્સ પાઠવવામાં આવ્યું છે. દિલ્હીના દારૂ કૌભાંડનો રેલો આખરે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
દિલ્હી એક્સાઇઝ કેસ ચર્ચામાં આવી ગયો છે. કારણ કે, આ વખતે તપાસ મુખ્યમંત્રી સુધી પહોંચી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર મામલો દિલ્હીની નવી દારૂ નીતિ સાથે જોડાયેલો છે. આ જ કેસમાં કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે. કે, ગત એપ્રિલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBI દ્વારા તેમની ઓફિસમાં દારૂ નીતિ કેસમાં લગભગ 9.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. તેઓ સવારે 11.10 વાગ્યે એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા અને 8.30 વાગ્યે એજન્સીની ઓફિસમાંથી બહાર આવ્યા હતા. સીબીઆઈ દ્વારા પૂછપરછ કરવામાં આવ્યા બાદ કેજરીવાલે કહ્યું હતું કે તેમણે સીબીઆઈ દ્વારા પૂછવામાં આવેલા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમારી પાસે છુપાવવા માટે કંઈ નથી. આ સમગ્ર કથિત દારૂનું કૌભાંડ ખોટું અને ગંદી રાજનીતિથી પ્રેરિત છે. AAP એક કટ્ટર પ્રમાણિક પક્ષ છે. તેમણે લગભગ 56 પ્રશ્નો પૂછ્યા હતા. જોકે સીબાઆઈ બાદ હવે સાત મહિને ઈડીએ સમન્સ કાઢીને કેજરીવાલને પૂછપરછ માટે બોલાવવામાં આન્યા છે.