1. Home
  2. Tag "Arvind kejriwal"

એક વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત નહીં: રાઘવ ચઢ્ઢા

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે પોતાના આ મોટા નિર્ણય પાછળનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચઢ્ઢાએ ભાવુક અંદાજમાં જણાવ્યું કે, તેમણે કેમ પોતાના જીવનના ૧૫ વર્ષ જે પાર્ટીને આપ્યા તેને છોડવી પડી. તેમણે સ્પષ્ટ કર્યું […]

રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) માટે રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢા સહિત આપ છોડનારા તમામ 7 સાંસદોને હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. આ ફેરફાર સાથે જ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપના […]

રાધવ ચઢ્ઢા સહિતના સાત સાંસદોએ જનતાનો ભરોસો તોડ્યોઃ સંજ્યસિંહ

નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ)ની સ્થાપનાના 12 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત કુલ સાત રાજ્યસભા સાંસદોએ ‘ઝાડુ’નો સાથ છોડી કેસરીયો ધારણ કરી લીધો છે. આ ઘટનાક્રમ બાદ પંજાબ અને દિલ્હીના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. રાઘવ ચઢ્ઢાના […]

અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવાનો સમય માગ્યો, જાણો કારણ

નવી દિલ્હી/અમદાવાદ, 2 એપ્રિલ, 2026: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માગે છે. આ સંદર્ભમાં કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે ગુજરાતમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પહેલા તેમની પાર્ટીના કાર્યકરોની મોટા પાયે ગેરકાયદે ધરપકડ કરવામાં આવી રહી છે. […]

આમ આદમી પાર્ટી રાઘવ ચઢ્ઢાથી નારાજ, રાજ્યસભામાં તેમનું કદ ઘટાડી દીધું

નવી દિલ્હી, 2 એપ્રિલ, 2026: Raghav Chadha રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ ચઢ્ઢાને રાજ્યસભાના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. તેમના સ્થાને હવે સાંસદ અશોક મિત્તલ પક્ષના ઉપનેતા હશે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને જણાવ્યું છે કે રાઘવ ચઢ્ઢાને ગૃહમાં પક્ષના નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. […]

અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલનો જૂઠાણું ફેલાવાનો પ્રયાસ નિંદનિયઃ પાનસેરીયા

ગાંધીનગરઃ તાજેતરમાં સોશિયલ મીડિયામાં કેટલાક નિષ્ફળ નેતાઓ દ્વારા ગુજરાત બોર્ડના પરિણામોને લઈને ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો દુષ્પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરિણામ હજી જાહેર થયાં નથી, છતાં અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓએ જૂઠાણું ફેલાવી વિદ્યાર્થીઓ અને તેમના […]

આમ આદમી પાર્ટીને મજબુત બનાવવા માટે કવાયત, ચાર રાજ્યમાં પ્રભારીની નિમણુંક

નવી દિલ્હીઃ દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ભારે ધોવાણ થયું હતું. ઉત્તર ભારતમાં આમ આદમી પાર્ટીને વધારે મજબુત બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ચાર રાજ્યોમાં પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે. મનિષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટીની રાજકીય બાબતોની સમિતિ (પીએસી) ની બેઠક યોજાઈ હતી. આમાં, […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

કેજરિવાલ મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યાં, ભાજપના નેતા પ્રવેશ વર્મા વિરુદ્ધ કરી ફરિયાદ

નવી દિલ્હીઃ AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા. તેમણે મુખ્યત્વે નવી દિલ્હીના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી હતી. કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, પ્રવેશ વર્મા ખુલ્લેઆમ મહિલાઓને ૧૧૦૦ રૂપિયાનું વિતરણ કરી […]

જાટ સમુદાયને OBC યાદીમાં સામેલ કરવા માટે કેજરિવાલે PM મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કેન્દ્રની OBC યાદીમાં દિલ્હીના જાટ સમુદાયનો સમાવેશ કરવા અંગે એક પત્ર લખવામાં આવ્યો છે. કેજરીવાલે લખ્યું કે, તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code