Site icon Revoi.in

કથિત દારુ કૌભાંડમાં EDએ 2 ફેબ્રુઆરીએ તપાસ માટે હાજર રહેલા કેજરિવાલને સમન્સ પાઠવ્યું

Social Share

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ચાલી રહેલી તપાસમાં 2 ફેબ્રુઆરીએ હાજર રહેવા નવું સમન્સ જારી કર્યું છે. EDએ કેજરીવાલને 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે સમન્સ મોકલ્યા હતા, પરંતુ દિલ્હીના સીએમ હાજર થયા ન હતા. અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું હતું કે કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને તેમના જવાબમાં પૂછ્યું હતું કે જો તેઓ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી નથી, તો પછી શા માટે સમન્સ જારી કરવામાં આવ્યું? ઈડીના સમન્સને લઈને આમ આદમી પાર્ટીએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

અગાઉ, ED દ્વારા મોકલવામાં આવેલા સમન્સ અંગે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, રાજકીય ષડયંત્રના ભાગરૂપે તેમને સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. કથિત એક્સાઇઝ કેસની તપાસ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. આ બે વર્ષમાં તેમને કંઈ મળ્યું નથી. કેટલી રકમની વસૂલાત કરવામાં આવી, ક્યાંય સોનું કે જમીનના દસ્તાવેજો મળ્યા કે કેમ તે અંગે અનેક અદાલતોએ EDને અનેક સવાલો પણ પૂછ્યા છે, પરંતુ EDને ક્યાંય કશું મળ્યું નથી. લોકોને મારી મારીને ખોટા નિવેદન લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ AAPના વરિષ્ઠ નેતા અને મંત્રી આતિશીએ કહ્યું કે, ભાજપ પોતાના કામથી નહીં પરંતુ CBI-EDનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવા માંગે છે.