Site icon Revoi.in

ED એ સંજય રાઉતને સમન્સ પાઠવ્યું – જમીન ભ્રષ્ટાચાર મામલે આવતી કાલે થશે પૂછપરછ 

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો છવાયો અનેક ઉથલપાથલ વચ્ચે શિવસેના પાર્ટી પર સંકટના વાદળો છવાયા છે ત્યારે હવે આ પાર્ટીના એક નેતા પર મુશ્કેલીઓ વધી છે. કારણ કે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઈડી દ્રારા  સમન્સ જારી કરવામાં આવ્યું છે.

આ સાથે જ આવતી કાલે  28 જૂન મંગળવારના રોજ મુંબઈમાં ED ઓફિસમાં સંજય રાઉતને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રાઉતને પાત્રા ચૌલ જમીન કૌભાંડ કેસ મામલે આ સમન્સ પાઠવવામાં આવ્યા છે. 

તો બીજી તરફ શિવસેના પાર્ટી એ સંજય રાઉતને મોકલવામાં આવેલા સમન્સ પર સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે એજન્સીએ ભાજપ પ્રત્યેની નિષ્ઠાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તે મુજબ તેને સમન્સ જારી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ટીએમસીની પ્રતિક્રિયા પણ આવી છે અને પાર્ટીનું કહેવું છે કે EDએ સંજય રાઉતને મહારાષ્ટ્ર સરકારને તોડી પાડવા માટે નોટિસ આપી છે.

HDIL ks જેણે આ બંને કૌભાંડો કર્યા હતા, તેના ડિરેક્ટરો પ્રવીણ રાઉત, સારંગ વાધવાન, રાકેશ વાધવાન છે. પ્રવીણ રાઉત અને સારંગની 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંનેની પૂછપરછ દરમિયાન સંજય રાઉતનું કનેક્શન સામે આવ્યું હતું. પ્રવીણ રાઉત શિવસેના સાંસદ સંજય રાઉતના મિત્ર છે. PMC બેંક કૌભાંડ કેસમાં પ્રવીણનું નામ પણ સામે આવ્યું છે.

ત્યારે હવેસંજય રાઉતને નોટિસ બાદ માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઈડીની પણ એન્ટ્રી થઈ શકે છે. પહેલા પણ શિવસેના કેન્દ્ર સરકાર પર એજન્સીઓનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ લગાવતી રહી છે.આવી સ્થિતિમાં હવે શિવસેના પાર્ટી ફરી ચર્ચામાં આવી છે.આવતી કાલે સંજય રાઉતે ઈડીની ઓફીસમાં હાજર થવાનું રહેશે.