Site icon Revoi.in

ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઈડીની કાર્યવાહી તેજ – હવે એમપી અને છત્તીસગઢના 38 ઠેંકાણાઓ પર પાડ્યા દરોડા

Social Share

ભોપાલઃ- છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી ઝડપી બની રહી છે સતત અનેક ઠંકાણાઓ પર દરોડા પાડીને ભર્ષ્ટાચારને ઉઘાડુ પાડવાનું કાર્ય ઈડી કરી રહ્યું છે ત્યારે હવે દિલ્હી મુંબઈ જેવા મહાનગરો બાદ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ઈડીએ તવાઈ બોલાવી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે  ઈડીના એક ડઝનથી વધુ અધિકારીઓએ છત્તીસગઢ અને મદ્યપ્રદેશમાં કેટલાક ઠેંકાણો પર રેડ પાડી હોવાનો એહેવાલ સામે આવ્યો છે જેમાં દુર્ગ, ભિલાઈ, રાયપુર સહિત ઘણી જગ્યાઓ પર EDના દરોડાની માહિતી છે.કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કામ કરતા કેટલાક IAS અધિકારીઓ/ગેરકાયદેસર ખાણકામ સાથે સંકળાયેલા ઘણા બિઝનેસમેન અને તેમની સાથે જોડાયેલા લોકોના ઘરો પર EDના દરોડા ચાલુ છે.

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં લગભગ 38 સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અધિકારીઓના ઘરો પર પણ આઈટીના દરોડા હેઠર આવરી લ્વાયોછે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે અહીં દરોડા પાડવામાં આવેલા અધિકારીઓ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના નજીકના સંબંધીઓ કે મિત્રો  છે.

ઉલ્લેખનીય છે કે જે અધિકારીઓના ત્યા દરોડા પાડ્યા છે તે માઈનિંગ ઓફિસર, ધારાસભ્યો, કોલસાના વેપારીઓ  છે. આ દરોડા સવારે 6 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યા છે. આ પહેલા પણ સીએમઓના ડેપ્યુટી સેક્રેટરી સૌમ્ય ચૌરસિયા અને બિઝનેસમેન સૂર્યકાંત તિવારીના ઘરે પણ આઈટી અને ઈડીની રેડ  પડી ચૂકી છે અત્યારે ઈડીના સંકંજામાં IAS અધિકારીઓનો સમાવેશ થયો છે જેમાં કેટલાક નામ પણ સામે આવ્યા છે જે પ્રમાણે સમીર બિશ્નોઈ – IAS અધિકારી, રાયગઢ કલેક્ટર – રાનુ સાહુ, જેપી મૌર્ય – આઈએએસ અધિકારી અને રાનુ સાહુના પતિનો સમાવેશ થાય છે.

Exit mobile version