Site icon Revoi.in

મોજશોખ પુરા કરવા શિક્ષિત યુવાન સાયકલ ચોરીના રવાડે ચડ્યો, ત્રણ મહિનામાં 36 સાયકલો ચોરી

Social Share

અમદાવાદઃ સાંપ્રત સમયમાં કેટલાક યુવાનો દેખાદેખીથી અંજાઈને પોતાના મોજ-શોખ પુરા કરવા માટે અવળા રવાડે ચડી જતાં હોય છે. લોકડાઉનમાં નોકરી ગુમાવ્યા બાદ એક યુવાન પોતાના મોજશોખ પુરા કરવા માટે સાઈકલ ચોરી કરવા લાગ્યો અને ચોરેલી સાયકલને ગીરવે મૂકી તેમાંથી મળતા પૈસાથી પોતાના શોખ પુરા કરતો હતો.આવા એક ચોરની વાડજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ શિક્ષિત ચોર પાસેથી ચોરીની 36 સાઈકલ જપ્ત કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વાડજ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનમોલ નામનો યુવાન સાઈકલીંગ કરતો પસાર થઈ રહ્યો હતો. વહેલી સવારે સાઈકલીંગ કરતા લોકો નજરે પડે, પરંતુ અડધી રાત્રે મોંઘી સાઈકલ લઈને નીકળેલા અનમોલ પર શંકા જતા પોલીસે પુછપરછ કરી તો સાઈકલ ચોરીનો ભાંડો ફુટયો.અનમોલે એક નહિ પરંતુ જુદા જુદા વિસ્તારમાંથી 36 મોંઘી સાઈકલની ચોરી કરી હતી. ચોરી કરેલી સાઈકલો પોતાના માતા-પિતા બીમાર છે પૈસાની જરૂર છે તેવુ કહીને લોકોને સસ્તામા વેચી દેતો હતો અથવા તો ગીરવે મુકી દેતો હોવાનુ ખુલ્યુ છે.

પોલીસ સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે, અનમોલ દુગ્ગલ સાબરમતી વિસ્તારમા રહે છે.તે થલતેજમાં ટાટા ટેલી કપંનીમા બીઝનેસ ડેવલોપર તરીકે નોકરી કરતો હતો, પરંતુ લોકડાઉનની સ્થિતિમાં તેની નોકરી છુટી ગઈ અને તે બેકાર થઈ ગયો. હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ અને કમાણી બંધ થઈ જતા અનમોલે ચોરી કરવાનું નક્કી કર્યુ. સવારે અનમોલ પોશ વિસ્તારમાં જુદી-જુદી સોસાયટીઓમાં રેકી કરવા જતો હતો અને રાત્રે આ સોસાયટીમાં સાઈકલ ચોરી કરી લેતો હતો.છેલ્લા 3 માસથી 36 જેટલી સાઈકલ ચોરીને અંજામ આપી ચુકયો છે. જેમાથી કેટલી સાઈકલ ગીરવે આપી છે તો કેટલી સાઈકલ વેચી દીધી છે. આ ઉપરાંત જ્યાં સીસીટીવી ન હોય તેવા અવાવરૂ સ્થળે સાઈકલ છુપાવી દેતો હતો. પોતાને જુની સાઈકલનુ ગોડાઉન છે અને પૈસાની જરૂરીયાત હોવાનુ કહીને લોકોને સસ્તી કિમંતમા સાઈકલ વેચતો હતો.વાડજ પોલીસે સાઈકલ ચોર અનમોલની ધરપકડ કરીને ચોરીની 36 સાઈકલો જપ્ત કરી છે અને વાડજ, નારણપુરા અને ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલમા સાઈકલ ચોરને કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.                                                                      (ફાઈલ-ફોટો)