Site icon Revoi.in

હિમાચલ, હરિયાણા સહિત 10 રાજ્યોમાં શાળાઓ શરૂ

Social Share

દિલ્લી: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે 10 મહિનાથી શાળાઓ બંધ હતી. ત્યારે હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા આજથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ કાશ્મીર, આંધ્રપ્રદેશ, તેલંગણા, ગુજરાત, દિલ્હી, કર્ણાટક, મેઘાલયમાં શાળાઓ ખોલવામાં આવી છે. આ રાજ્યોમાં શાળાઓ અલગ-અલગ વર્ગખંડોના આધારે ખોલવામાં આવી રહી છે. જ્યારે ઘણા રાજ્યોએ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે ઓક્ટોબરમાં જ શાળાઓ ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો હતો. શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા પણ આપવામાં આવી હતી. શાળાએ આવતા વિદ્યાર્થીઓના વાલીઓની લેખિત પરવાનગી લેવી ફરજિયાત છે. આ સિવાય શરદી અથવા તાવના બાળકો અને કન્ટેન્ટ એરિયાવાળા વિદ્યાર્થીઓને શાળાએ આવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પછી ઘણા રાજ્યોએ ઓક્ટોબર-નવેમ્બરમાં શાળાઓ ખોલી,પરંતુ હાજરી માત્ર એકથી બે ટકા જેટલી જ રહી. આને કારણે અને વધતા કોરોના સંક્રમણને કારણે રાજ્યોના શિક્ષણ વિભાગે ફરીથી શાળાઓ બંધ કરી દીધી હતી.

-દેવાંશી