Site icon Revoi.in

દિલ્હીમાં શૈક્ષણિક સંસ્થાઓ, સિમેના અને જીમ બંધ,લગ્ન પ્રસંગે માત્ર 20 લોકોને મંજૂરી જેવા અનેક પ્રતિંબઘો લાગૂ

Social Share

 

દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેર રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ સહીતના પ્રતિબંઘો લાગૂ કરવામાં આવ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં વધતા કેસોને લઈને તેને યલો શ્રેણીમાં રાખવામાં આવ્યું છે ત્યારે હવે દિલ્હીમાં વધતા કોરોનાના કહેરને ઈને અનેક પ્રતિબંધો લાગૂ કરવામાં આવી ચૂક્યા છે

રાજધાનીમાં યલો એલર્ટ જારી કરતાની સાથે જ મેટ્રોમાં માત્ર 50 ટકા લોકોને જ બેસવાની છૂટ મળશે. સાથે જ શાળા, કોલેજ, કોચિંગ સેન્ટર સહિત તમામ શૈક્ષણિક કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આથી વિશેષ વાત એ કે લગ્ન અને અંતિમ સંસ્કાર જેવા કાર્યક્રમોમાં 20 થી વધુ લોકોને હાજરી આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બિન-જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ઓડ-ઈવનના નિયમ પ્રમાણે ખોલવામાં આવનશે.

ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયાથી સતત વધતા જતા કોરોનાના કહેરને જોતા  દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા આવા તમામ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે. આ સાથે જ વિકેન્ડ કર્ફ્યૂ નહી રહે. બિન-જરૂરી દુકાનો અને મોલ ઓડ ઈવન હેઠળ ખુલશે. સમય સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધીનો રહેશે. બાંધકામનું કામ ચાલુ રહેશે અને ઉદ્યોગ પણ ચાલુ રહેશે.

આ સાથે જ રેસ્ટોન્ટ, દિલ્હી મેટ્રો અને બારમાં માત્ર 50 ટકા લોકોને જ મંજૂરી આપવામાં આવી છે. બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ બંધ પણ બંધ  રહેશે. સલૂન અને બ્યુટી પાર્લર ખુલ્લા રહેશે.આ સાછથે જ  સ્પા, જીમ, યોગ સેન્ટર અને એન્ટરટેઈનમેન્ટ પાર્ક બંધ રહેશે.

 

Exit mobile version