Site icon Revoi.in

IPL પૂર્વે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડ મેન કોરોના સંક્રમિત

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન આઈપીએલ પહેલા જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની નવી લહેરના કારણે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. હાલ 40 હજાર જેટલા દરરોજના પોઝિટિવ કેસ માત્ર મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કોરોના અંગે હાઈ લેવલ બેઠક પણ યોજાઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ આગામી બે દિવસમાં લોકડાઉનની ચેતવણી પણ આપી છે.

દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ મેન કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. IPL 2020 શરૂ થાય તે પૂર્વે 8 ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના થતા ગ્રાઉન્ડ સ્ટાફમાં ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 10 એપ્રિલથી 25 એપ્રિલ વચ્ચે 10 લીગ મેચ રમવાના છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા RT PCR ટેસ્ટના પરિણામે 8 લોકો સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.  મુંબઈ ક્રિકેટ એસો.એ બાંદ્રા કુર્લા માં આવેલ શરદ પવાર એકેડમી અને કાંદિવલીમાં આવેલા સચિન તેંડુલકર જિમખાનામાંથી ગ્રાઉન્ડ સ્ટાફ અરેંજ કરશે.