Site icon Revoi.in

ચૂંટણી પંચનો આદેશ – 5 ડિસેમ્બર સુઘી બીજેપી ચૂંટણી યોજાનારા રાજ્યોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજી શકશે નહી

Social Share
દિલ્હી- નવેમ્બર મહિનામાં વિનસબાની ચૂંટણીઓ દેશના 5 રાજ્યમાં યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્રારા બીજેપીને મોટો પટકો પડ્યો છે.ભારતના ચૂંટણી પંચએ ગુરુવારે  કેન્દ્ર સરકારને પાંચ રાજ્યોમાં તેની પ્રસ્તાવિત ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ 5 ડિસેમ્બર સુધી ન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો.
આ બાબતને લઈને ચૂંટણી પંચે, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને સંબોધિત એક પત્રમાં, કેન્દ્રને આગામી ચૂંટણી-બાઉન્ડ રાજ્યો અને નાગાલેન્ડના તાપી મતવિસ્તારમાં “જિલ્લા રથપ્રભારી” ની નિમણૂક કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું.
ઉલ્લેકનીય ચે કે  તાપીમાં પમ પેટાચૂંટણી યોજાવાની છે. વિકાસ ભારત સંકલ્પ યાત્રા એ યોજનાઓ અને પહેલો પર કેન્દ્ર સરકારનો મેગા આઉટરીચ પ્રોગ્રામ છે. ચૂંટણી પંચે કહ્યું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે 20 નવેમ્બર, 2023થી શરૂ થનારી પ્રસ્તાવિત ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ માટે ‘જિલ્લા રથ પ્રહરીઓ’ને વિશેષ અધિકારીઓ તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઉપરોક્ત પ્રવૃતિઓ તે મતદારક્ષેત્રોમાં હાથ ધરવી જોઈએ નહીં જ્યાં આદર્શ આચારસંહિતા 5 ડિસેમ્બર, 2023 સુધી અમલમાં છે.
કેન્દ્ર સરકારે આયોગના પત્રનો જવાબ આપ્યો હતો કારણ કે આ મહિનાની શરૂઆતમાં ચૂંટણી પંચે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
ચૂંટણી પંચ તરફથી પત્ર મળ્યા બાદ કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણી રાજ્યોમાં આ યાત્રા નહીં કાઢે. પત્રકારો સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે અમે 2.55 લાખ ગ્રામ પંચાયતો અને લગભગ 18,000 શહેરી સ્થળોએ સરકારી પહેલને પ્રોત્સાહન આપવા માટે આમ કરી રહ્યા છીએ. પરંતુ હવે આ પાંચ રાજ્યોમાં તેને શરૂ કરવાની અમારી કોઈ યોજના નથી.
પીએમ નરેન્દ્ર મોદી આ યાત્રા શરૂ કરશે એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિરસા મુંડા જયંતિ-જનજાતિ ગૌરવ દિવસના અવસર પર માહિતી, શિક્ષણ અને સંચાર વાનને લીલી ઝંડી બતાવીને આ યાત્રાનું ઉદ્ઘાટન કરશે.
Exit mobile version