Site icon Revoi.in

મહારાષ્ટ્રના થાણે લીફ્ટ પડવાની ઘટના- 40 માળની નવનિર્માણ બિલ્ડિંગની લીફ્ટ પટકાતા 7 કામદારોના મોત

Social Share

મુંબઈઃ-  મહારાષ્ટ્રના થાણે શહેરના બાલકુમ વિસ્તારમાં રવિવારે સાંજે 40 માળની બિલ્ડિંગની એક નિર્માણાધીન લિફ્ટ ધરાશાયી થવાની દર્દનાક ઘટના બની હબતી આ ઘટનામાં ઓછામાં ઓછા છ કામદારોના મોત થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા.

આ ઘટનાને લઈને પ્રાપ્ત માહિતી પ્રમાણે  થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા એ જણાવ્યું હતું કે લિફ્ટ 40મા માળેથી અથડાઈને પાર્કિંગ એરિયામાં ત્રણ લેવલ અંડરગ્રાઉન્ડમાં પડી હતી જેને લઈને આ કામદારોએ જીવ ગુમાવ્યા હતા.

જો કે  આ ઘટના સાંજે 5 વાગ્યેને 30 મિનિટ આસપાસ બની હતી. પ્રથમ દૃષ્ટિએ, લિફ્ટ પડી જવાનું કારણ તેના સપોર્ટિંગ કેબલમાંથી એક તૂટવાનું હોવાનું માનવામાં આવે છે. માહિતી મળ્યા બાદ પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કામદારોને ભૂગર્ભ પાર્કિંગમાંથી બહાર કાઢ્યા હતા.
આ મૃતકોમાં એવા મજૂરોનો પણ સમાવેશ થાય છે જેઓ 40 માળની ઇમારતમાંથી કામ કરીને નીચે ઉતરી રહ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. આ સહીત આ અકસ્માતમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ પણ થઈ ચૂકી છે.