Site icon Revoi.in

એલન મસ્કે નવી ટ્વિટર પોલિસીની કરી જાહેરાત,કહ્યું- નેગેટિવ ટ્વીટ્સને પ્રોત્સાહન નહીં મળે

Social Share

દિલ્હી:જ્યારથી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક ટ્વિટરના નવા બોસ બન્યા છે ત્યારથી તેમણે એક પછી એક ઘણા મોટા નિર્ણયો લીધા છે.તેમના નિર્ણયથી માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના કામકાજ પર પણ અસર પડી.આ દરમિયાન, તેણે ટ્વિટરની નવી પોલિસીની જાહેરાત કરી છે.તેમણે શુક્રવારે આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે ટ્વિટર હવે નકારાત્મક ટ્વીટને પ્રોત્સાહન અને તેનો પ્રચાર કરશે નહીં.

મસ્કે એક ટ્વિટમાં કહ્યું, ‘નવી ટ્વિટર પોલિસીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે,પરંતુ ઍક્સેસની સ્વતંત્રતા નથી.તેણે એ પણ જણાવ્યું કે,ટ્વિટર હેટ સ્પીચ અથવા નેગેટીવ ટ્વીટસને પ્રોત્સાહિત  અને તેનો પ્રચાર કરશે નહીં.એટલા માટે ટ્વિટર પર કોઈ જાહેરાત અથવા અન્ય આવક થશે નહીં.તેમણે વધુમાં કહ્યું કે,નેગેટીવ ટ્વીટસ તમને ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તમે વિશેષ રૂપથી શોધશો નહીં.

તેમણે કહ્યું કે કેથી ગ્રિફીન, જોર્ડન પીટરસન અને બેબીલોન બીના ખાતા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. જોકે તેમણે કહ્યું કે કંપનીએ હજુ સુધી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ વિશે નિર્ણય લીધો નથી કે તેમનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું કે નહીં.

Exit mobile version