Site icon Revoi.in

એલોન મસ્ક એ ફૂટબોલ ક્લબ ‘ માનચેસ્ટર યુનાઈટેડ’ ખરીદવાનું કર્યું એલાન – ટ્વિટ કરી માહિતી શેર કરી

Social Share

દિલ્હીઃ એલન મસ્ક તે જે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ માંના એક છે, તેઓ હંમેશા ટ્વિટ કરીને પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરતા રહે છે ત્યારે ફરી એક વખત તેમણે ટ્વિટર પર હંગામો મચાવ્યો છે આ વખતે ટ્વિટર પર મસ્ક એ ફૂટબોલ  ક્લબ માનચેસ્ટર યુનાઈટેડને ખરિદવાની જાહેરાત કરી છે.

એલોન મસ્કના આ  એક ટ્વીટથી ફરી ખળભળાટ મચી ગયો છે. ટેસ્લાના સીઈઓ મસ્કે આજરોજ  બુધવારે એક ટ્વીટમાં લખ્યું કે તેઓ ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડને ખરીદવા જઈ રહ્યા છે.

એલોન મસ્ક ઘણી વખત ન વિચાર્દયું હોય તેવા નિર્ણયો લેવામાં જાણીતા છે,તેમના અનેક નિર્ણય લોકોને ચોંકાવનારા હોય છે.તાજેતરમાં, આ અગાઉ ટ્વિટર ખરીદીને લઈને તેઓ ચર્ટચામાં આવ્યા હતા જો કે ડીલ થયા બાદ તેમણે ડીલ રદ કરી હતી જેને લઈને તેમણે કોર્ટનો સામનો પણ કરવો પડ્યો હતો.

ત્યારે હવે ફરી વખત આવી જ જાહેરાત કરીને ચર્ચામાં આવ્યા છે. તેના આ ટ્વીટ પર યુઝર્સ ફીડબેક પણ આપી રહ્યા છે.જો કે આ સિવાય તેમણએ વધારાવની કોઈ પણ જાણકારી શેર કરી નથી.આ પ્રકારની જાહેરાતો અગાઉ તેઓ કરી ચૂક્યા છે.

આપણે જાણીએ છીએ તેમ માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમનું સંચાલન અમેરિકન ગ્લેઝર ફેમિલી દ્વારા કરવામાં આવે છે. આ બાબતે સંસ્થા તરફથી અથવા તો ઈલોન મસ્ક તરફથી વધારાની કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.આ વાતખરેખર સાચી સાબિત થશે કે કેમ તેતો હવે આવનારા સમનય જ બતાવશે.

Exit mobile version