Site icon Revoi.in

એલન મસ્કે ગુમાવ્યો નંબર-1નો તાજ,હવે Bernard Arnault બન્યા વિશ્વના સૌથી અમીર વ્યક્તિ

Social Share

દિલ્હી:ટોપ-10 અબજપતિઓની યાદીમાં સૌથી મોટો ફેરફાર જોવા મળ્યો છે.એલન મસ્ક હવે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ નથી રહ્યા,પરંતુ તેઓ બીજા સ્થાને ખસી ગયા છે.ફ્રાન્સના બિઝનેસમેન Bernard Arnault એ તેને સંપત્તિની રેસમાં માત આપી છે. Bernard Arnault  186.5 અરબ  ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.

ફોર્બ્સના રિયલ ટાઈમ બિલેનિયર્સ ઈન્ડેક્સ અનુસાર, લાંબા સમય સુધી સૌથી અમીર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ જાળવી રાખનાર એલન મસ્કની સંપત્તિમાં ઘટાડા બાદ તેઓ પ્રથમ નંબરથી બીજા સ્થાને ખસી ગયા છે.એલન મસ્કની નેટવર્થ ઘટીને 181.3 અરબ ડોલર થઈ ગઈ છે.જોકે, મસ્ક અને આર્નોલ્ટ વચ્ચેનું અંતર વધારે નથી.બંનેની સંપત્તિમાં માત્ર 5.2 અરબ ડોલરનું અંતર છે.

નોંધપાત્ર વાત એ છે કે,વર્ષ 2021 માં, સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા ટેસ્લાના સીઇઓ એલન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા.એમેઝોનના જેફ બેઝોસને હરાવીને તેણે આ સ્થાન હાંસલ કર્યું હતું.રિપોર્ટ અનુસાર, તે સમયે મસ્કની નેટવર્થ 188 અરબ ડોલર સુધી પહોંચી ગઈ હતી, જ્યારે નંબર વન પર બેઝોસની નેટવર્થ ઘટીને 187 અરબ ડોલર થઈ ગઈ હતી.હવે જેફ બેઝોસ 113.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે.તેમને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પાછળ છોડી દીધા છે.