Site icon Revoi.in

ટ્વિટરમાંથી કર્મચારીઓની છટણીને લઈને એલન મસ્કની જાહેરાત – અનેક લોકોએ નોકરીમાંથી ધોવા પડશે હાથ

Social Share

દિલ્હીઃ- એલન મલ્કે જ્યારથઈ ટ્વિટર ખરીદ્યુ છે ત્યારથી ટ્વિટરમાં નોકરી કરતા લોકોના માથે જાણે લટકતી તલવાર જોવા મળી રહી છએ, સૌ પ્રથમ ટ્વિચરના માલિક બનતાની સાથે એલન મસ્કે ટ્વિટરના સીઈઓ પરગા અગ્રવાલને નોકરીમાંથી હાકી કાઢ્યા હતા ત્યાર બાદ હવે અનેક લોકોની નોકરી જઈ શકે છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે એલન મસ્કે  જાહેરાત કરી કે સામગ્રી મધ્યસ્થતા નીતિ બનાવવામાં આવશે. હવે એલોન મસ્કે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો આદેશ આપ્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટની જો વાત માનીએ તો  એલન મસ્કને મેનેજરોને એવા કર્મચારીઓની યાદી બનાવવા કહ્યું છે જેમને નોકરીમાંથી હવે કાઢવાના છે.

ઉલ્લેખનીય છે કે  એલોન મસ્કે 44 બિલિયન યુએસ ડોલર ખર્ચીને ટ્વિટર ખરીદ્યું. હવે તે પોતાની રીતે તેમાં અનેક ફેરફાર કરી રહ્યા છે જેમાં કેટલાક લોકોની નોકરી પર જોખમ જોવા ણળી રહ્યું છે.એટલા માટે જ તેમણે પહેલા વિવાદાસ્પદ સીઈઓ પરાગ અગ્રવાલ અને પોલિસી અફેર્સ ઓફિસર વિજયા ગડ્ડેને હટાવ્યા. 

ઉલ્લેખનીય છે કે ટ્વિટર ખરીદનાર એલન મસ્ક તેને એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગે છે જેના પર કન્ટેન્ટ સર્જકો પૈસા કમાઈ શકે. અત્યારે આ ફીચર ફક્ત Facebook, YouTube અને Instagram જેવા પ્લેટફોર્મ પર જ ઉપલબ્ધ છે. એલન મસ્ક ટ્વિટરને ફ્રી સ્પીચ પ્લેટફોર્મ બનાવવા માંગે છે અને તેણે પોતાના પહેલા જ ટ્વીટમાં આ વાતનો સંકેત પણ આપ્યો છે.

વિશેષ માહિતી પ્રમાણે એલન મસ્ક એ પણ કહ્યું છે કે હવે ટ્વિટર વધુ લોકશાહી હશે. જો કે, આ સાથે તેમણે ટ્વિટર પરથી કર્મચારીઓને છટણી કરવાનો આદેશ પણ આપ્યો છે.આ સાથે જ બીજી તરફ ભારતે પણ ટ્વિટરને કહ્યું છે કે ભારતના નિતી નિયમોનું ટ્વિટરે પાલન કરવાનું રહેશે જ.ભેલ માલિક બદલ્યા હોય પણ ભારતના નિતી નિયમો સોશિયલ મીડિયાને લઈને જે હતા તે જ રહેશે.