Site icon Revoi.in

હવે દુશ્મનોની ખેર નથી – ભારયીય વાયુસેનાના બેડામાં સામેલ કરાશે 233 લડાકુ વિમાન, આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મળશે વેગ

Social Share

દિલ્હીઃ- ભારત દેશ પોતાની ત્રણયે સેનાઓને વધુ શશક્ત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યો છે, દેશની સરકાર દ્વારા અનેર મોર્ચે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે 233 અત્યાધુનિક ફાઇટર એરક્રાફ્ટને આવનારા દસ વર્ષ સુધીમાં ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ કરવામાં આવશે.

આ સમગ્ર માટે નવા વિમાનોની પ્રાપ્તિની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકાર દેશમાં મોટાભાગના ફાઇટર જેટનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે. એક તરફ, વાયુસેના માટે જૂના મિગ વિમાનો દૂર કરવાનો માર્ગ  મોકળો થશે તો બીજી તરફદેશમાં લડાકુ વિમાનોના નિર્માણને કારણે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ મળશે.

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 83 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદીને પહેલાથી જ મંજૂરી મળી ચૂકી છે. આ વિમાનો એચએએલ દ્વારા બનાવવામાં આવશે, અને તેનું અત્યાધુનિક વર્ઝન એલસીએ -1 એ આઈએએફ માટે ખરીદવામાં આવશે. જોકે, IAF એ તેના પ્રારંભિક સંસ્કરણના 22 વિમાનો પહેલેથી જ ખરીદી લીધા છે. સંરક્ષણ મંત્રાલયે આ માટે 38 હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એલસીએનું આ વર્ઝન અત્યાધુનિક હથિયારોથી સજ્જ હશે.

એર સ્ટાફના વડા, એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ  એક દિવસ અગાઉ જ જણાવ્યું હતું કે 114 મલ્ટી રોલ ફાઈટર એરક્રાફ્ટની પ્રાપ્તિ માટેની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે દરખાસ્તો મંગાવવામાં આવી હતી, જેનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. આ વિમાનોનું નિર્માણ દેશમાં જ થશે. જે પણ કંપની તેમને સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મેળવશે, તેમને દેશમાં જ તેનું ઉત્પાદન કરવું પડશે. આની પાછળ સરકારનો હેતુ પણ મેક ઇન