Site icon Revoi.in

EU એ ફેસબુક પર લગાવ્યો 1.3 અરબ ડોલરનો રેકોર્ડ દંડ,આ છે કારણ

Social Share

દિલ્હી : ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ્સની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઇ છે. રિપોર્ટ અનુસાર, Facebookની પેરેન્ટ કંપની Meta Platforms Inc.ને યુરોપિયન યુનિયન પ્રાઈવસી રેગ્યુલેટર્સ દ્વારા $1.3 બિલિયન એટલે કે લગભગ 10,765 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ અન્ય દેશોના ફેસબુક-ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ડેટાને અમેરિકા મોકલવા બદલ લગાવવામાં આવ્યો છે.

લગભગ પાંચ વર્ષ પહેલાં સખત ગોપનીયતા ઉલ્લંઘન કાયદા અમલમાં આવ્યા પછી યુરોપિયન યુનિયનમાં લાદવામાં આવેલો આ સૌથી મોટો દંડ છે. આ પહેલા વર્ષ 2021માં યુરોપિયન યુનિયને દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન પર 746 મિલિયન યુરોનો દંડ લગાવ્યો હતો.

વાસ્તવમાં આ સમગ્ર મામલો યુરોપિયન યુનિયનના દેશો સાથે સંબંધિત છે. રેગ્યુલેટરને ડર છે કે જો કોઈ દેશના યુઝર્સનો ડેટા અમેરિકા પહોંચે છે તો તે ડેટા અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સી સુધી પણ પહોંચી શકે છે. આયર્લેન્ડના ડેટા પ્રોટેક્શન કમિશનર હેલેન ડિક્સનની આગેવાની હેઠળ EU નિયમનકારો, Facebook દ્વારા યુરોપિયન યુઝર ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતા કાનૂની સાધન પર પ્રતિબંધને અંતિમ સ્વરૂપ આપી રહ્યા છે.

ગયા મહિને જ, તેણે કહ્યું હતું કે આઇરિશ ડીપીસી પાસે ફેસબુકના ટ્રાન્સએટલાન્ટિક ડેટા ટ્રાન્સફરને અવરોધિત કરવા માટે એક મહિનાનો સમય છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેના અંત સુધી પ્રતિબંધ હોઈ શકે છે, જેના પછી ફેસબુક વપરાશકર્તાઓનો ડેટા ટ્રાન્સફર કરી શકશે નહીં.

યુરોપની સર્વોચ્ચ અદાલતે 2020 માં ચુકાદો આપ્યો હતો કે EU-US ડેટા ટ્રાન્સફર કરાર અમાન્ય હતો. મેટાને ગયા વર્ષે ડેટા ટ્રાન્સફર ડેટા ટ્રાન્સફર અંગે પણ ચેતવણી આપવામાં આવી હતી. જે બાદ યુરોપમાં ફેસબુકની સેવા પણ સસ્પેન્ડ કરવામાં આવી હતી.