Site icon Revoi.in

કોરોનાકાળમાં પણ અમેરિકાની આ કંપનીએ કરી ધરખમ કમાણી,આંકડો જાણીની ખુલી રહી જશે આંખો

Social Share

દિલ્લી: કોરોનાના સમયમાં ફેસબુકની આવકમાં ધરખમ વધારો થયો છે. કોરોનાકાળમાં ફેસબુકની આવકમાં 36 ટકાનો વધારો થતા તેની કિંમત 9000 કરોડ થઇ છે. કોરોનાના ફ્રી સમયમાં અને ભારતમાં સ્માર્ટફોનનુ માર્કેટ વધવાની સાથે સાથે સોશિયલ મીડિયાનો અને તેના પગલે ડિજિટલ માર્કેટનો વ્યાપ પણ વધી રહ્યો છે. દુનિયાની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબૂકને ભારતનું બજાર ફળી રહ્યું છે કારણ કે વર્ષ 2020-21માં તેની આવક 9000 કરોડ રૂપિયા પર પહોંચી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ફેસબૂકની ભારતની આવક 6613 કરોડ રૂપિયા હતી. છેલ્લા કેટલાક વર્ષોથી ઈન્ટરનેટ ડેટાની કિંમતોમાં થયેલા ઘટાડા અને સ્માર્ટફોનના પણ સસ્તા થવાના કારણે સોશિયલ મીડિયા કંપનીઓને ફાયદો થઈ રહ્ય છે. બીજી તરફ કોરોનાકાળમાં લોકો ઘરે રહ્યા હોવાથી તેમણે મનોરંજન મેળવવાથી માંડીને અભ્યાસ માટે ઈન્ટરનેટનો સહારો લીધો હતો.

ફેસબૂક ઈન્ડિયાનુ કહેવું છે કે, ગયા વર્ષે યુઝર્સના બિઝનેસ અ્ને બ્રાન્ડ સાથે ઓનલાઈન જોડાવામાં બદલાવ આવ્યો છે. ઓનલાઈન માર્કેટિંગ ખર્ચ વધ્યો છે અને તેના કારણે ડિજિટલ જાહેરાતોનો ગ્રોથ વધ્યો છે.

જાણકારોનું માનવું એવું છે કે, હાલના વર્ષમાં ડિજિટલ માર્કેટમાં 40 ટકાનો વધારો થવાની સંભાવના છે સાથે ટ્રેન્ડમાં લાંબા સમય સુધી કોઈ બદલાવ આવે તે પણ શક્ય નથી. ડિજિટલ કંપનીઓની ઈકોનોમીમાં ભાગીદારી વધારે મજબૂત થઈ રહી છે અને નાના અને મોટા બિઝનેસ ગ્રાહકો સાથે જોડાવા માટે ઈન્ટરનેટનો ફાયદો ઉઠાવી રહ્યા છે.