Site icon Revoi.in

ગરમી તો વધી પણ હવે હીટ સ્ટ્રોકનો પણ ખતરો વધ્યો, બચવા માટેના ઉપાય જાણી લો

Social Share

ઉનાળામાં ગરમીનો પારો આ વખતે પણ 40 ડિગ્રીને પાર કરી ગયો છે. રાજ્યમાં ગરમીનો પારો તો હાઈ છે પરંતુ હવે હીટ સ્ટ્રોકનો પણ ખતરો વધી રહ્યો છે. હીટ સ્ટ્રોક વિશે વાત કરવામાં આવે તો હીટ સ્ટ્રોક એ છે કે શરીરમાં થર્મોસ્ટેટમાં ગરબડ થવા લાગે છે. થર્મોસ્ટેટમાં ગરબડ થવાથી શરીરની નેચરલ કૂલિંગ સિસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે. તેના કારણે હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

હીટ સ્ટ્રોક થવા પાછળના પણ અનેક કારણ છે અને તેમાં પહેલું કારણ છે કે ભારે તાપમાં ઘરથી બહાર નીકળવાથી, લાંબા સમય સુધી તડકામાં રહેવાથી શરીરનું તાપમાન સામાન્યથી વધી જાય છે. આ ઉપરાંત ભીષણ ગરમીની સિઝનમાં થાઈરોઈડ અસંતુલિત થતાં અને બ્લડ શુગર લેવલ ઓછું થવાથી આ ખતરો વધી જાય છે.

હીટ સ્ટ્રોક થવાના લક્ષણ એ પણ છે કે પગમાં દુખાવો, માથું ભારે રહેવું કે દુખાવો થવો, બ્લડ પ્રેશર વધવું, શરીરમાં અત્યંત નબળાઈ આવવી, ચહેરો લાલ થઈ જવો, બેચેની થવી, આંખોમાં દુખાવો થવો તથા અન્ય. હીટ સ્ટ્રોકની સ્થિતિમાં વ્યક્તિએ વિશેષ દેખરેખ રાખવાની જરૂર રહે છે. જોકે કોઈ કારણવશ આવી સ્થિતિમાં રહેવાનું થાય તો સ્થિતિ જીવલેણ બની શકે છે.

ઉલ્લેખનીય છે કે આ જાણકારી માત્ર માહિતી માટે છે અને આ બાબતે કોઈ પૃષ્ટી કરવામાં આવતી નથી. જો કોઈ સમસ્યા જણાય તો ડોક્ટરનો સંપર્ક જલ્દીથી કરવો.