Site icon Revoi.in

યુપીમાં કોંગ્રેસનો દરેક દાવ ફેલ

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અત્યાર સુધી માત્ર 2 સીટ જીતી ચુકી છે અને તેને માત્ર 2.4 ટકા મત મળ્યા છે. આ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. આ પછી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ગુરૂવારે કહ્યું કે, તેમની પાર્ટી રાજ્યની જનતાની ભલાય માટે સંઘર્ષશીલ વિપક્ષની જવાબદારી નિભાવતી રહેશે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે લોકતંત્રમાં જનતાનો મત સર્વોપરી છે. અમારા કાર્યકર્તાઓ અને નેતાઓએ મહેનત કરી, સંગઠન બનાવ્યું, જનતાના મુદ્દા પર સંઘર્ષ કર્યો. પરંતુ અમે અમારી મહેનતને મતમાં પરિવર્તિત ન કરી શક્યા.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં પાર્ટીને ફરી ઉભી કરવા માટે ખુબ મહેનત કરી હતી, પરંતુ તેમની આ આ મહેનત વોટમાં પરિવર્તિત થઈ શકી નથી. આ વખતે પ્રિયંકા ગાંધી લડકી હૂં લડ શકતી હૂં ના નારા સાથે મેદાનમાં ઉતર્યાં હતા. પરંતુ તેમનું આ કેમ્પેન ફ્લોપ રહ્યું છે. તેમણે મહિલાઓને મોટી સંખ્યામાં ટિકિટ આપીને દાવ રમ્યો પરંતુ તેમ છતાં પાર્ટીને સફળતા મળી નથી.

જો કે ઉત્તરપ્રદેશમાં છેલ્લા પાંચ વર્ષમાં યોગી આદિત્યનાથ દ્વાર જે રીતે કામ કરવામાં આવ્યું છે તેને લોકો દ્વારા વધારે પસંદ કરવામાં આવ્યું છે અને જનઆદેશ થતા યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં ફરીવાર પોતાની સરકાર બનાવવામાં સફળ રહ્યા છે. વિધાનસભા ઈલેક્શનમાં તેઓએ જંગી રીતે અને બહુમતની રીતે બેઠકો પર જીત મેળવી છે.