Site icon Revoi.in

અફઘાનિસ્તાનથી પરત ફરેલા લોકોએ ફરજિયાત 14 દિવસ ક્વોરોન્ટાઈન રેહવું પડશે- કેન્દ્ર સરકારનો નિર્ણય

Social Share

 

દિલ્હીઃ- અફઘાનિસ્તાનથી ભારતમાં આવતા લોકોએ હવેથી ફરજિયાત 14 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવું પડશે.આ બાબતે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી સ્થળાંતર કરાયેલા લોકોએ દિલ્હી નજીક આઈટીબીપીના છાવલા કેમ્પમાં 14 દિવસ માટે ફરજિયાત ક્વોરેન્ટાઇનરાખવામાં આવશે.

આ ક્વોરોન્ટાઈન રાખવાનો  નિર્ણય કેન્દ્ર સરકારે ત્યારે લીઘો કે જ્યારે અફઘાનિસ્તાનથી ભારત આવેલા 146 લોકોમાંથી ઓછામાં ઓછા બે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ લોકોને સોમવારે કાબુલથી દિલ્હી લાવવામાં આવ્યા હતા.

આ મામલાથી વાકેફ એવા આઈટીબીપીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવેલા 81 લોકોની પ્રથમ બેચને ચાવલાના આઈટીબીપી કેમ્પમાં 14 દિવસ માટે ક્વોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવશે. મીડિયા સાથએ વાતચીત કરતા દરમિયાન આઈટીબીપીના અધિકારીએ કહ્યું કે જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદથી સરકાર ત્યાંથી લોકોને કાઢવા માટે અભિયાન ચલાવી રહી છે. યુદ્ધગ્રસ્ત દેશમાંથી એરલિફ્ટ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોને ફરજિયાત પ્રિ-બોર્ડિંગ RT-PCIr ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. દિવસની શરૂઆતમાં, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે ભારતે મંગળવાર સુધી 228 નાગરિકો અને 77 અફઘાન શીખો સહિત 626 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે