Site icon Revoi.in

પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે પાકિસ્તાનના PMને આપેલા ધારદાર જવાબનું ટ્વિટ થયું વાયરલ, લોકો કરી રહ્યા છે વખાણ

Social Share

દિલ્હીઃ- તાજેતરમાં ટી 20 વર્લ્ડકપની સેમી ફાઈનલમાં ભારત જે રીતે ઈંગલેન્ડ સામે પરાજીત થયું હતું તેને લઈને પાકિસ્તાનને જાણે બોલવાની તક મળી ગઈ હતી જો કે પાકિસ્તાનના પીએમની આ મામલે ભારતીય પૂર્વ ક્રિકેટરે બોલતી બંધ કરી દીધી હતી.

પ્રાપ્ત વિગહત પ્રમાણે પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે શનિવારે ઈંગ્લેન્ડ સામે T20 વર્લ્ડ કપ સેમિફાઈનલમાં હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમની મજાક ઉડાવતા તેમના ટ્વિટ માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફની ટીકા કરી હતી.અને તેને ઘારદાર વળતો જવાબ આપ્યો હતો.

ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કર્યું હતું કે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ આ રવિવારે ટકરાશે. પરંતુ અહીં શાહબાઝ શરીફે કટાક્ષ કરતા લખ્યું કે, રવિવારે 152/0 vs 170/0નો મુકાબલો થશે. વાસ્તવમાં પાકિસ્તાને ગત વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું અને આ વર્ષે ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું.

જ્યારે ઇરફાન પઠાણે શેહબાઝ શરીફ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ટ્વિટના જવાબ આપ્યો હતો.પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફના ટ્વીટનો જવાબ આપતા ઈરફાન પઠાણે લખ્યું, “આપ મેં કે હમ મેં ફર્ક યે હૈ. હમ અપની ખુશી સે ખુશ કે આપ દુસરે કે તકલીફ સે. ઇસ લિયે ખુદ કે મુલ્ક કો બેહતર કરને પે ધ્યાન નહીં હે…આ રીતે ઈરફઆન પઠાણે આપેલા જવાબને લઈને લોકો ઈરફાનના વખાણ કરી રહ્યા છે. અને આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ ચૂક્યું છે.