Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનને તોશાખાના કેસમાં મોટી રાહત, ઈસ્લામાબાદ હાઈકોર્ટે સજા પર લગાવી રોક

Social Share

oદિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધઆનમંત્રી ઈમરાનખઆનને કોર્ટ તરફથી રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને તોશાખાના કેસમાં જામીન આપી દીધા છે. કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટાવી ગીધો જોવા મળ્યો છે.

પ્રાપ્ત માહિતી  મુજબ તોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેમને આ કેસમાં જામીન આપ્યા છે. આ સાથે ઈમરાન માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો જાણે હવે મોકળો થઈ ચૂક્યો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે 5 ઓગસ્ટના રોજ, ઇસ્લામાબાદની એક ટ્રાયલ કોર્ટે ભૂતપૂર્વ વડા પ્રધાનને પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

પૂપર્વ પીએમ ને અદાલતે દોષી ઠેહરાવીને  રાજ્યની ભેટોની વિગતો છુપાવવાનો સમાવેશ થતો હતો. આ કેસમાં તેને ત્રણ વર્ષની જેલ થઈ હતી. આ સાથે તેમના પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. પાકિસ્તાની અખબાર ‘ડૉન’ અનુસાર, આ પછી ઈમરાન ખાને પોતાની સજા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. આ કેસને ટ્રાયલ કોર્ટના જજને પરત મોકલવાના હાઈકોર્ટના નિર્ણય સામે તેણે સુપ્રીમ કોર્ટનો પણ સંપર્ક કર્યો હતો.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે તે ઈમરાન ખાનના કેસમાં પછીથી વિગતવાર ચુકાદો આપશે. તોશાખાના કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટનો નિર્ણય ઈમરાન ખાન માટે મોટી કાનૂની જીત થઈ હોય તેમ કહીએ તો ખોટૂ નથી.