Site icon Revoi.in

પાકિસ્તાનમાં ખોદકામ દરમિયાન 2300 વર્ષ જૂનુ મંદિર મળી આવ્યુંઃ કેટલીક કિમંતી ચીજ વસ્તુઓ પણ મળી

Social Share

દિલ્હીઃ- ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યારે ખોદકામ થતું હોય અને વર્ષો જૂના કિમંતી ઘરેણા કે મંદિરના અવશેષો મળી આવ્યા હોય ત્યારે પાકિસ્તાનમાં પણ તાજેતરમાં 2300 વર્ષ જૂનુ મંદિર ખોદકામ વખતે મળી આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણેઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં પાકિસ્તાની અને ઈટાલિયન પુરાતત્વવિદોની સંયુક્ત ટીમ દ્વારા 2,300 વર્ષ જૂનું બૌદ્ધ મંદિર શોધી કાઢવામાં આવ્યું છે. આ સાથે અન્ય કેટલીક કિંમતી કલાકૃતિઓ પણ ખોદકામમાં દરમિયાન મળી આવી છે. આ મંદિર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સ્વાત જિલ્લાના બારીકોટ તહસીલના બૌદ્ધ કાળના બાજીરા શહેરમાં મળ્યું છે. આ મંદિરને પાકિસ્તાનમાં બૌદ્ધ કાળનું સૌથી જૂનું મંદિર કહેવામાં આવે છે.

ઇટાલિયન નિષ્ણાતોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સ્વાત જિલ્લાના ઐતિહાસિક શહેર બાજીરામાં ખોદકામ દરમિયાન વધુ પુરાતત્વીય સ્થળો મળી શકે તેલી શક્યતાઓ સેવાઈ છે. પાકિસ્તાનમાં ઈટાલિયન રાજદૂત આન્દ્રે ફેરારિસે પત્રકારોને જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પુરાતત્વીય સ્થળો વિશ્વના વિવિધ ધર્મો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ બાબતે મળેલી માહિતી પ્રમાણે “પાકિસ્તાન અને ઇટાલિયન પુરાતત્વવિદોએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક સ્થળ પર સંયુક્ત ખોદકામ કરીલરહ્યા હતા આ દરમિયાન 2,300 વર્ષ જૂનું બૌદ્ધ કાળનું મંદિર શોધી કાઢવામાં આવ્યું છે અને અન્ય મૂલ્યવાન કલાકૃતિઓ મળી આવી છે.” . સ્વાતમાં મળેલું આ મંદિર પાકિસ્તાનના તક્ષશિલામાં મળેલા મંદિરો કરતાં જૂનું છે.

આ સાથે જ મંદિર ઉપરાંત, પુરાતત્વવિદોએ 2,700 થી વધુ અન્ય બૌદ્ધ કલાકૃતિઓ પણ ખોદકામ વખતે જમીનમાંથી મેળવી છે, જેમાં સિક્કા, વીંટી, વાસણો અને ગ્રીસના રાજા મિનાંદરના સમયથી ખરોષ્ઠી ભાષામાં લખેલી સામગ્રીનો સમાવેશ થાય છે.